બુધવાર, 23 એપ્રિલ, 2025
લગાવી દીધી જિંદગી
સોમવાર, 14 એપ્રિલ, 2025
ચૂસાયેલો ગોટલો (ભારતનો મધ્યમવર્ગ)
ત્રણસો રૂપિયા લઈને સવારે નોકરી ધંધાએ જતાં પહેલા ઘરનું કરિયાણું ખરીદવા જતો અને તેમાંથી ૩૦ રૂપિયા બચાવીને લાવતો મધ્યમવર્ગનો પુરુષ. વાત કરવું છે મારે એ ભારતના મધ્યમ વર્ગની જેની જનસંખ્યા દેશમાં ૩૦ થી ૩૫ ટકા છે. એનો અર્થ એ થાય છે કે ૪૦-૫૦ કરોડ લોકો ભારતમાં મધ્યમવર્ગના છે. આ સંખ્યા ૨૦૩૦ સુધીમાં વધીને ૭૦ કરોડથી પણ વધુ થઈ શકે છે એવું અનુમાન છે. કારણ કે ભારતમાં મોંઘવારીનું ભૂત દિવસે દિવસે એક લાખ કમાતા પરિવારને પણ મધ્યમવર્ગમાં ધકેલી દેશે.
તેઓની જીવનશૈલી વિષે વાત કરવામાં આવે તો તેઓ મોટેભાગે ભાડાના મકાનમાં રહે છે. તથા માલિકીનું નાનું મકાન હોય છે. અથવા હોમ લોન લઈને ફ્લેટ લે છે. મધ્યમવર્ગમાં લોન ઉપર વસ્તુઑ ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. બાળકોના ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ માટે મસમોટી ફી ભરીને ખાનગી શાળાઓમાં શિક્ષણ અપાવવાનું પસંદ કરે છે. કારણ કે સરકારી શાળાઓંમાં ધાંધીયા છે. તેઓ નાના ધંધા કરે છે તથા ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતાં હોય છે. મધ્યમ વર્ગીય માનવીઓ જીવનની મૂળભૂત જરૂરીયાતો પૂરી કરી શકે છે અને ભવિષ્ય માટે થોડી બચત કરવાનું સપનું રાખે છે. તેઓની આવક એટલી વધારે પણ નથી હોતી કે સુખી અમીરીમાં જીવન ગુજારી શકે. મધ્યમવર્ગના લોકો વેકેશનમાં પરિવાર સાથે બહાર ફરવા જવાનો શોખ રાખે છે. સામાજિક મૂલ્યો મધ્યમવર્ગીય માનવીઓના જીવનમાં અનેરૂ મહત્વ રાખે છે.
'સાથે ન હોય પાંખ, પણ ઉડાન છે એની,
હાથ ખાલી હોય, પણ માન છે એની.
હસીને જીવે છે, લાગણીઓ છુપાવે છે,
મધ્યમવર્ગ એ છે – જે સૌના સ્વપ્નો માટે પોતાને ભૂલાવે છે'
મધ્યમવર્ગીય માનવીઓ સપના તળે દબાયેલા છે. તેઓના જીવનમાં ઘણા બધા પડકારો પહાડની જેમ ઊભા છે. તેઓની આર્થિક સ્થિતિ તેઓ જેટલી સ્થિર રાખવા માંગે તેટલી જ વધારે અસ્થિર થતી જાય છે. ઉચ્ચ ગુણવત્તાસભર જીવન જીવવાના સપનાઓ સેવનાર મધ્યમવર્ગીય માનવીને કેટલીક વાર ઘર ખર્ચ કરવાની પણ મુશ્કેલી ઊભી થઈ જાય છે. મધ્યમવર્ગીય માનવી માટે ટેક્સ પણ ઘણો મોટો પડકાર છે. હાલ સરકારે ટેક્સ સ્લેબ માં રાહત આપી તે મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પગલું છે. મોંઘવારી એ મધ્યમવર્ગના લોકોના ખિસ્સાને ઘણો ભાર આપ્યો છે. તેઓ મોટે ભાગે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતાં હોય છે. જેમાં નોકરીની અનિશ્ચિતતાનો ખતરો તેઓના માથે રહેલો છે. બાળકોને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપવું એ તેઓ માટે મસમોટો પડકાર છે. ખાનગી શાળાઓમાં ફી ના ઉંચા ધોરણોએ વાલીની કમર તોડી નાંખી છે. હોમ લોન લઈને હોમ લોનનું ભારણ ભરપાઈ કરવા મધ્યમવર્ગીય પુરુષ દિવસ રાત મેહનત કરતો હોય છે. વળી, લોકોને ખુશ કરવા દેખાડો કરવા મધ્યમવર્ગીય માનવી ઉંચી વસ્તુઓ વાપરવાનું પસંદ કરે છે. બ્રાન્ડના ગાંડપણે મધ્યમવર્ગીય યુવાનોને ઘેલા કરી દીધા છે. તેઓના જીવનમાં સમાજનું અનેરું મહત્વ હોય છે. તેઓ સમાજની બીકે લગ્ન તથા અન્ય સામાજિક પ્રસંગોમાં વધુ ખર્ચ કરતાં હોય છે. મધ્યમવર્ગીય માનવીઓના જીવનમાં ડિપ્રેશનનું પ્રમાણ પણ વધારે પડતું જોવા મળે કછે.
ખાનગી હોસ્પિટલોમાં ઈલાજ માટેનો મોટો ખર્ચ તેઓ માટે પડકારરૂપ હોય છે. સપનાઓ પૂરા કરવા જીવનની ભાગદોડમાં મધ્યમવર્ગીય માનવી પોતાની આખી જિંદગી ખર્ચી નાંખે છે છતાં કાઈ હાસિલ થતું નથી.
આમ, મધ્યમવર્ગીય માનવીની હાલત ચૂસાઈ ચૂસાઈને ચૂસેલા ગોટલા જેવી થઈ જાય છે. આ હાલત માટે મધ્યમવર્ગીય માનવી થોડાક અંશે પોતે પણ જવાબદાર છે. મધ્યમવર્ગીય માનવીઓએ આ સ્થિતિમાંથી બહાર નીકળવા વધુ મહેનત કરવી. બિનજરૂરી ખર્ચથી પોતાને બચાવવું જોઈએ. લગ્નપ્રસંગે દેખાદેખીમાં થતો બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ તથા લોન લઈને બિનજરૂરી શોખ પૂરા કરવાનું ટાળવું જોઈએ. મધ્યમવર્ગીય માનવી ઉક્ત બાબતોનું ધ્યાન રાખે તો ઘણી પ્રગતિ કરી શકે. દિવસો જરૂરથી બદલાય છે.
અંતમાં એક પંકરી લખી મારી કલમને વિરામ આપું છું.
'તવીલ ગમે હયાત સે ગભરા ન એ જીગર,
એસી ભી કોઈ શામ હે જિસકી સહર ન હો'
- અબુસુફિયાન હાંસ
સોમવાર, 7 એપ્રિલ, 2025
તણખલું
બુધવાર, 23 માર્ચ, 2022
ખોવાઈ જઈશ
બુધવાર, 27 ઑક્ટોબર, 2021
કાફી છે.
સોમવાર, 18 ઑક્ટોબર, 2021
સાથે છે...
બુધવાર, 12 મે, 2021
રડાવ્યો છે મને.
મંગળવાર, 4 મે, 2021
અકળાય છે..
સોમવાર, 26 એપ્રિલ, 2021
મૂકી દે બાજુએ...
સોમવાર, 19 એપ્રિલ, 2021
કરગર્યા ન કર.
ગુરુવાર, 15 એપ્રિલ, 2021
નથી મળતી મને.
રવિવાર, 11 એપ્રિલ, 2021
સાથે તું ફકત...
રવિવાર, 4 એપ્રિલ, 2021
હોય છે
ગુરુવાર, 18 માર્ચ, 2021
કરતો નથી ...
રવિવાર, 14 માર્ચ, 2021
તો માનું..
સોમવાર, 8 માર્ચ, 2021
નથી મળતો...
રવિવાર, 7 માર્ચ, 2021
સોશિયલ મીડિયા
શનિવાર, 6 માર્ચ, 2021
મા નો જીવ
નામ એનું જેકી. ઘણો ડાહ્યો છોકરો. તેની પિતાનું નાની વયે અવસાન થયેલું. ત્યાર બાદ મા અને દીકરો ઘરમાં એકલા જ રહે. મા સવારે કામ પર જાય દીકરા માટે જમવાનું બનાવી જાય. રમે કુદે ઘરમાં આવીને જમે અને ફરી રમવાની વાત. બાળક તો એવું જ હોય ને? પછી સાંજે મા નો આવવાનો સમય થાય એટલે ઘર ના બારણે માં ની રાહ જોવા બેસી જાય. આવતાવેંત જ દીકરાને ભેટી પડે. મા દીકરો સાથે જમે અને થોડી વાર સુખદુઃખ ની વાતો કરીને સુઈ જાય.
આવી જ રીતે જીવન ચાલ્યા કરતું. દીકરો મોટો થઇ સ્કૂલે જતો થયો. ભણવામાં ખૂબજ હોશીયાર
બનતો ગયો. જોતાવેંત માં જ ૧૨ પાસ કરી કોલેજ માં પ્રવેશ મેળવ્યો. ૧૨ માં સ્કૂલ માં પ્રથમ આવ્યો. આમેય. એ તો હોશિયાર જ હતો. જેમ જેમ એ પ્રગતિ કરે તેમ તેમ તેની મા ખૂબજ તનતોડ મહેનત કરીને ફી ના પૈસા ભેગા કરવા લાગ્યા. કોલેજ ચાલુ થઈ. અમીરોની મિત્રતા સાથે અમીરો ના શોખ બંધાવા માંડ્યા. આ વસ્તુ કદાચ બધા ને જ થઈ જાય. એ જે કહેતો તે તેની મા કઈ પણ કરીને આપવા તૈયાર થઈ જતી. કોલેજ માં આગળ વધતા તેને પ્રેમ નો રંગ લાગ્યો. તેને એક પ્રેમિકા મળી ગઈ. તે શહેરની અને થોડી આધુનિક હતી. અને જેકી સીધોસાદો છોકરો હતો. પ્રેમનો રંગ લાગતા તેની ચાલ બદલાઈ ગઈ. તે તેની મા સાથે ગમેતેમ વર્તન કરવા લાગ્યો. તેનું આ વર્તન તેની મા ને જરાય સારું લાગતું નહિ. તેની મા વધુ દિવસ ચિંતા માં રહેવા લાગી. તેનું ભણતર બગડવા લાગ્યું. દિવસ ના આખો દિવસ ફરતો. ન કોલેજ ન ઘરે. તેની મા તેને ઘણો સમજાવતા છતાંય તે ન સમજતો. તે તેની મા થી નફરત કરવા લાગ્યો.
એક દિવસ સૂર્ય જાણે શું કાળો કોપ વરસાવી રહ્યો હતો. જેકી અને તેની પ્રેમિકા ફરવા ગયા. તેણે આજે પણ તેની મા ને જાણ કરી ન હતી. તેથી તેની મા ચિંતા માં તેની વાર જોઈને બેઠી હતી. ત્યાજ કોક એ આવીને કહ્યું કે તમારા દીકરા નું અકસ્માત થયું છે તે ગામ ની હોસ્પિટલ માં છે. તે તરતજ દોડીને ત્યાં પહોંચી ગઈ. દીકરાની નફરત છતાંય માં નો જીવ તેને ત્યાં સુધી ખેંચી ગયો. દીકરો ખાટલે બેભાન પડ્યો હતો અને તેનો હાથ કપાયેલો હતો. મા ની આંખ માં થી આંસુ ની ધારા ચાલુ થઈ ગઈ.
દીકરો હોશ માં આવ્યો. પહેલા તેણે તેની પ્રેમિકા ને બૂમ પાડી. કોક એ કહ્યું એ તને અહિંયા મૂકીને ચાલી ગઈ. ત્યાં તેની મા તેની પાસે ગઈ. મા ને રડતી જોઈ તે આંખના આંસુ ન રોકી શક્યો. માને ભેટી ને રડવા લાગ્યો. બન્નેનો રડવાનો અવાજ સૂર્યાસ્ત સાથે ધીમે ધીમે અસ્ત થતો ગયો.
( સત્ય ઘટનાથી પ્રેરિત)
લખનાર: અબુસુફિયાંન હાંસ્
લગાવી દીધી જિંદગી
લગાવી દીધી જિંદગી મેં તારા માટે દાવ પર, આવ, લગાવ મરહમ હવે મારા આ ઘાવ પર, મને એમ હતું કે હું એકલો જ પાગલ છું, એવા ઘણા છે જે ફિદા એની ચાલ પર,...
-
નામ એનું જેકી. ઘણો ડાહ્યો છોકરો. તેની પિતાનું નાની વયે અવસાન થયેલું. ત્યાર બાદ મા અને દીકર...
-
તસ્વીર મારી ન એક પણ એની પાસે છે. છતાં તસ્વીર મારી કાયમ એની સાથે છે. એ ફોન કરે કે હું ફોન કરું, બધું એક જ છે, અહી પ્રેમમાં આ બધી સ્પર્ધાઓ કોણ...
-
મે ક્યાં તારી જિંદગી માંગી લીધી છે, રહેવા માટે તારા પગનો તકિયો કાફી છે. ભલે ને હોય સામા વાળા પાસે તલવાર, મે કાયમ સામે કલમને ઉભી રાખી છે. જ...
