લેબલ gujara સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ gujara સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 14 માર્ચ, 2021

તો માનું..

મેદાનમાં તો સૌ કોઈ દોડે,
             પહાડ પર દોડીને બતાવ તો માનું.

આમ સંગાથ રહેવાની  વાતો શું કરે
                કાંટામાં સાથે ચાલીને બતાવ તો માનું.

 કેટલાંય ને  રોજેરોજ  મળ્યા કરે,
               ક્યારેક જાતને મળીને બતાવ તો માનું,

સુખ હોય ત્યારે બધા જ હોય સાથે,
                દુઃખમાં એક કદમ ચાલી બતાવ તો માનું.

આમ  ' સૂફી ' તું  અછાંદસ શું લખે,
                  એકાદ ગઝલ લખીને બતાવ તો માનું.

- અબુસુફિયાન હાંસ


સોમવાર, 8 માર્ચ, 2021

નથી મળતો...

બાગમાં ફૂલો ઘણાં ઉગ્યા બધે દેખાય,
           ફૂલોનો છતાં એક ગુલદસ્તો નથી મળતો.

સફરમાં મળે છે તો ઘણા બધા,
           પણ સાચો હમસફર નથી મળતો.

માર્ગ ઘણા બધા મળે છે છતાં,
             મન સુધી પહોંચવાનો રસ્તો નથી મળતો.

મળે છે ઓનલાઈન એ રોજ,
              પણ ઓફ્લાઈન નથી મળતો,

મળે છે ઘણા માણસો રોજ,
               પણ સાચો સારથી નથી મળતો,

વ્યસ્તતાની વાતમાં ' સૂફી ' પણ ઓછો નથી,
               એ પણ મને ક્યારેય અમસ્તો નથી મળતો.

-  અબુસુફિયાન હાંસ

રવિવાર, 7 માર્ચ, 2021

સોશિયલ મીડિયા

અવાજ આપતા એક ન સાંભળે,
 સ્ટેટ્સ મુકતા સો પૂછે, એનું શું?

હોસ્પિટલમાં એક પણ ન આવે,
 ગેટ વેલ સુન સો મૂકે, એનું શું?

રડે ત્યારે કોઈ પણ ન આવે, 
ચૂપ થાય ત્યારે સો પુછે, એનું શું?

રોજ આવે ને રોજ જાય, 
જરૂર પડે ત્યારે ન આવે, એનું શું?

રસ્તે ચાલતા કાંટો વાગતા, 
સો ના ગ્રુપનો એક ન પૂછે, એનું શું?

દિલનાં ઘા કોઈન પૂછે 'સૂફી' 
 લોહી નીકળતા સૌ કોઈ પૂછે , એનું શું?

-અબુસૂફિયાન હાંસ

ચૂસાયેલો ગોટલો (ભારતનો મધ્યમવર્ગ)

  ત્રણસો રૂપિયા લઈને સવારે નોકરી ધંધાએ જતાં પહેલા ઘરનું કરિયાણું ખરીદવા જતો અને તેમાંથી ૩૦ રૂપિયા બચાવીને લાવતો મધ્યમવર્ગનો પુરુષ. વાત કરવું...