લગાવી દીધી જિંદગી મેં તારા માટે દાવ પર,
આવ, લગાવ મરહમ હવે મારા આ ઘાવ પર,
મને એમ હતું કે હું એકલો જ પાગલ છું,
એવા ઘણા છે જે ફિદા એની ચાલ પર,
આખરે ઉડી જ ગયું એ પંખી પણ હવાથી,
બેઠું હતું જે જકડીને મારી જીવનરૂપી ડાળ પર
આજે એ સોદો કરવા ઉભા છે ' સુફી ' નો,
જે એક દિવસ હસતા હતા એના ભાવ પર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો