બુધવાર, 23 માર્ચ, 2022

ખોવાઈ જઈશ

મોતના આ દોરામાં પરોવાઈ જઈશ,
એક દિવસ હું પણ ખોવાઈ જઈશ.

ઘમંડ છે તને કે રોજ યાદ કરું છું,
એક દિવસ તું પણ વિસરાઈ જઈશ.

આમ વારંવાર આટલું બધુ રડાવે છે કેમ?
આમ ને આમ જ હું વિખેરાઈ જઈશ.

આમ આંખોને તાકીને જોયા ન કર,
એક દિવસ આંખોના દોરામાં ગૂંચવાઈ જઈશ.

આમ સાવ ' સૂફી ' તું ક્યાં રખડ્યા કરે છે,
કોઈક દિવસ આ જગતમાં ખોવાઈ જઈશ.

લગાવી દીધી જિંદગી

લગાવી દીધી જિંદગી મેં તારા માટે દાવ પર, આવ, લગાવ મરહમ હવે મારા આ ઘાવ પર, મને એમ હતું કે હું એકલો જ પાગલ છું, એવા ઘણા છે જે ફિદા એની ચાલ પર,...