નામ એનું જેકી. ઘણો ડાહ્યો છોકરો. તેની પિતાનું નાની વયે અવસાન થયેલું. ત્યાર બાદ મા અને દીકરો ઘરમાં એકલા જ રહે. મા સવારે કામ પર જાય દીકરા માટે જમવાનું બનાવી જાય. રમે કુદે ઘરમાં આવીને જમે અને ફરી રમવાની વાત. બાળક તો એવું જ હોય ને? પછી સાંજે મા નો આવવાનો સમય થાય એટલે ઘર ના બારણે માં ની રાહ જોવા બેસી જાય. આવતાવેંત જ દીકરાને ભેટી પડે. મા દીકરો સાથે જમે અને થોડી વાર સુખદુઃખ ની વાતો કરીને સુઈ જાય.
આવી જ રીતે જીવન ચાલ્યા કરતું. દીકરો મોટો થઇ સ્કૂલે જતો થયો. ભણવામાં ખૂબજ હોશીયાર
બનતો ગયો. જોતાવેંત માં જ ૧૨ પાસ કરી કોલેજ માં પ્રવેશ મેળવ્યો. ૧૨ માં સ્કૂલ માં પ્રથમ આવ્યો. આમેય. એ તો હોશિયાર જ હતો. જેમ જેમ એ પ્રગતિ કરે તેમ તેમ તેની મા ખૂબજ તનતોડ મહેનત કરીને ફી ના પૈસા ભેગા કરવા લાગ્યા. કોલેજ ચાલુ થઈ. અમીરોની મિત્રતા સાથે અમીરો ના શોખ બંધાવા માંડ્યા. આ વસ્તુ કદાચ બધા ને જ થઈ જાય. એ જે કહેતો તે તેની મા કઈ પણ કરીને આપવા તૈયાર થઈ જતી. કોલેજ માં આગળ વધતા તેને પ્રેમ નો રંગ લાગ્યો. તેને એક પ્રેમિકા મળી ગઈ. તે શહેરની અને થોડી આધુનિક હતી. અને જેકી સીધોસાદો છોકરો હતો. પ્રેમનો રંગ લાગતા તેની ચાલ બદલાઈ ગઈ. તે તેની મા સાથે ગમેતેમ વર્તન કરવા લાગ્યો. તેનું આ વર્તન તેની મા ને જરાય સારું લાગતું નહિ. તેની મા વધુ દિવસ ચિંતા માં રહેવા લાગી. તેનું ભણતર બગડવા લાગ્યું. દિવસ ના આખો દિવસ ફરતો. ન કોલેજ ન ઘરે. તેની મા તેને ઘણો સમજાવતા છતાંય તે ન સમજતો. તે તેની મા થી નફરત કરવા લાગ્યો.
એક દિવસ સૂર્ય જાણે શું કાળો કોપ વરસાવી રહ્યો હતો. જેકી અને તેની પ્રેમિકા ફરવા ગયા. તેણે આજે પણ તેની મા ને જાણ કરી ન હતી. તેથી તેની મા ચિંતા માં તેની વાર જોઈને બેઠી હતી. ત્યાજ કોક એ આવીને કહ્યું કે તમારા દીકરા નું અકસ્માત થયું છે તે ગામ ની હોસ્પિટલ માં છે. તે તરતજ દોડીને ત્યાં પહોંચી ગઈ. દીકરાની નફરત છતાંય માં નો જીવ તેને ત્યાં સુધી ખેંચી ગયો. દીકરો ખાટલે બેભાન પડ્યો હતો અને તેનો હાથ કપાયેલો હતો. મા ની આંખ માં થી આંસુ ની ધારા ચાલુ થઈ ગઈ.
દીકરો હોશ માં આવ્યો. પહેલા તેણે તેની પ્રેમિકા ને બૂમ પાડી. કોક એ કહ્યું એ તને અહિંયા મૂકીને ચાલી ગઈ. ત્યાં તેની મા તેની પાસે ગઈ. મા ને રડતી જોઈ તે આંખના આંસુ ન રોકી શક્યો. માને ભેટી ને રડવા લાગ્યો. બન્નેનો રડવાનો અવાજ સૂર્યાસ્ત સાથે ધીમે ધીમે અસ્ત થતો ગયો.
( સત્ય ઘટનાથી પ્રેરિત)
લખનાર: અબુસુફિયાંન હાંસ્
Amazing....
જવાબ આપોકાઢી નાખોFabulous
જવાબ આપોકાઢી નાખોThank you
કાઢી નાખોGood
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખોNice and janjagrut mate sikhva jevu.....
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખોGreat keep it up
જવાબ આપોકાઢી નાખોThank You
કાઢી નાખો