રહેવા માટે તારા પગનો તકિયો કાફી છે.
ભલે ને હોય સામા વાળા પાસે તલવાર,
મે કાયમ સામે કલમને ઉભી રાખી છે.
જ્યાં સુધી મળી ન જાય એ પૂરેપૂરી,
મે પણ જાગી લેવાની હઠ પાળી છે.
લાગણીની રેસમાં સતત દોડી દોડીને,
હવે તો મારી જાત પણ થોડી થાકી છે.
જીવવા માટે એ પણ ઘણી થઈ જશે,
થોડી સારી યાદો મે પણ સંઘળી રાખી છે.
થાકી જવાયું એટલું સમજતા સમજતા,
એણે મારી પાછળ જિંદગી ખર્ચી નાખી છે.
લોકો કહે છે ' સૂફી ' પાગલ થઈ ગયા,
અમે તો બસ પ્રેમરૂપી મદિરા ચાખી છે.
- અબુસુફિયાન હાંસ