સોમવાર, 26 એપ્રિલ, 2021

મૂકી દે બાજુએ...

મૂકી દે બાજુએ, આ તારી ખોટી ખુમારી છે,
સાચવ તારી જાતને, આ ખરેખર બીમારી છે.

લઈ રહ્યો છું શ્વાસ આ કફોડી હાલતમાં પણ,
એ બીજું કઈ નથી, બસ ખુદા તારી મહેરબાની છે.

કોઇ આટલું કરગરે છે, બસ ઊભો તો રહી જા,
આજકાલ તને આ આટલી બધી શેની તુમાખી છે.

જીવનમાં જે કંઈ થયું છે આમ તો નથી થયું,
બસ એમાં કોઈની ને કોઈની મદદગારી છે.

હસતા  જોઈ લઉં છું બે - ચાર જણાને,
બસ મારી મહેનતની આ જ કમાણી છે.

એનાથી વિશેષ શું જોઈએ બીજું ' સૂફી ' ને,
 તારો  સાથ પણ છે,  ને રાત  ચાંદની છે.








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચૂસાયેલો ગોટલો (ભારતનો મધ્યમવર્ગ)

  ત્રણસો રૂપિયા લઈને સવારે નોકરી ધંધાએ જતાં પહેલા ઘરનું કરિયાણું ખરીદવા જતો અને તેમાંથી ૩૦ રૂપિયા બચાવીને લાવતો મધ્યમવર્ગનો પુરુષ. વાત કરવું...