Thursday, 15 April 2021

નથી મળતી મને.

લઇ જાય એના અંતરમાં ચાલ નથી મળતી મને,
કરી દે જીવન પ્રસન્ન એવી  રાહ નથી મળતી મને.

વાતો તો ઘણી બધી થાય છે ચોતરફ બીજાની,
પણ તારી - મારી કોઈ વાત નથી મળતી મને.

વાટ જોઉં છું છે જેની ઘણા ય સમયથી,
એની ક્યાંય કોઈ ભાળ નથી મળતી મને.

ફસાવી મૂકે તને બસ મારા જ દિલમાં,
શોધી છે છતાંય એવી જાળ નથી મળતી મને.
 
બેસી શકું ચેનથી તારી યાદોને લઈને,
ક્યાંય એવી કોઈ પાળ નથી મળતી મને.

હરાવી દીધો હોય  યાદોની હરીફાઈમાં ' સુફી 'ને,
યાદોની ડાયરીઓમાં એવી વાત નથી મળતી મને.

- અબુસુફિયાન હાંસ




No comments:

Post a Comment

ખોવાઈ જઈશ

મોતના આ દોરામાં પરોવાઈ જઈશ, એક દિવસ હું પણ ખોવાઈ જઈશ. ઘમંડ છે તને કે રોજ યાદ કરું છું, એક દિવસ તું પણ વિસરાઈ જઈશ. આમ વારંવાર આટલું બધુ રડાવે...