કરી દે જીવન પ્રસન્ન એવી રાહ નથી મળતી મને.
વાતો તો ઘણી બધી થાય છે ચોતરફ બીજાની,
પણ તારી - મારી કોઈ વાત નથી મળતી મને.
વાટ જોઉં છું છે જેની ઘણા ય સમયથી,
એની ક્યાંય કોઈ ભાળ નથી મળતી મને.
ફસાવી મૂકે તને બસ મારા જ દિલમાં,
શોધી છે છતાંય એવી જાળ નથી મળતી મને.
બેસી શકું ચેનથી તારી યાદોને લઈને,
ક્યાંય એવી કોઈ પાળ નથી મળતી મને.
હરાવી દીધો હોય યાદોની હરીફાઈમાં ' સુફી 'ને,
યાદોની ડાયરીઓમાં એવી વાત નથી મળતી મને.
- અબુસુફિયાન હાંસ