પહાડ પર દોડીને બતાવ તો માનું.
આમ સંગાથ રહેવાની વાતો શું કરે
કાંટામાં સાથે ચાલીને બતાવ તો માનું.
કેટલાંય ને રોજેરોજ મળ્યા કરે,
ક્યારેક જાતને મળીને બતાવ તો માનું,
સુખ હોય ત્યારે બધા જ હોય સાથે,
દુઃખમાં એક કદમ ચાલી બતાવ તો માનું.
આમ ' સૂફી ' તું અછાંદસ શું લખે,
એકાદ ગઝલ લખીને બતાવ તો માનું.
- અબુસુફિયાન હાંસ