તારી પ્રીતએ ખુબ થકાવ્યો છે મને.
એનાથી વિશેષ ઉપકાર શું હોય શકે?
તે કેટલીય વાર પડતા બચાવ્યો છે મને.
શબ્દોને સંઘરી સંઘરીને મારા માથે મૂકી,
તે સતત તારા પ્રેમથી બિરદાવ્યો છે મને.
કેટલીય વાર ઘોર અંધારી રાતોમાં પણ,
તારી છબીએ દુઃખમાંથી ઉઘાડ્યો છે મને.
જીવનમાં દુઃખનો અંબાર છે તે છતાં,
તે સતત તારી વાતથી હસાવ્યો છે મને.
જગતના લોકની વાત શું કરે ' સૂફી '?
તેઓએ વારંવાર હંફાવ્યો છે મને.
- અબુસુફિયાન હાંસ