Monday, 26 April 2021

મૂકી દે બાજુએ...

મૂકી દે બાજુએ, આ તારી ખોટી ખુમારી છે,
સાચવ તારી જાતને, આ ખરેખર બીમારી છે.

લઈ રહ્યો છું શ્વાસ આ કફોડી હાલતમાં પણ,
એ બીજું કઈ નથી, બસ ખુદા તારી મહેરબાની છે.

કોઇ આટલું કરગરે છે, બસ ઊભો તો રહી જા,
આજકાલ તને આ આટલી બધી શેની તુમાખી છે.

જીવનમાં જે કંઈ થયું છે આમ તો નથી થયું,
બસ એમાં કોઈની ને કોઈની મદદગારી છે.

હસતા  જોઈ લઉં છું બે - ચાર જણાને,
બસ મારી મહેનતની આ જ કમાણી છે.

એનાથી વિશેષ શું જોઈએ બીજું ' સૂફી ' ને,
 તારો  સાથ પણ છે,  ને રાત  ચાંદની છે.








Monday, 19 April 2021

કરગર્યા ન કર.

બધાની સામે તું કરગર્યા ન કર,
સાવ ખુદાને તું અવગણ્યા ન કર.

રમવું હોય તારે તો મેદાન છે,
કોઈની જિંદગીથી તું રમ્યા ન કર.

સાથે છે તો સમય વિતાવી લે,
આમ શાહીનની જેમ તું ઉડ્યા ન કર.

લડી લે જિંદગીના     આ     સફરમાં,
સાવ  નાના.  પથ્થરોથી તું     ડર્યા ન કર.

તારી સાથે તો છે દુઃખને સાંભળનારા ' સૂફી '
 આમ   સાવ   તું   એકલો   રડ્યા ન   કર.

- અબુસુફિયાન હાંસ



Thursday, 15 April 2021

નથી મળતી મને.

લઇ જાય એના અંતરમાં ચાલ નથી મળતી મને,
કરી દે જીવન પ્રસન્ન એવી  રાહ નથી મળતી મને.

વાતો તો ઘણી બધી થાય છે ચોતરફ બીજાની,
પણ તારી - મારી કોઈ વાત નથી મળતી મને.

વાટ જોઉં છું છે જેની ઘણા ય સમયથી,
એની ક્યાંય કોઈ ભાળ નથી મળતી મને.

ફસાવી મૂકે તને બસ મારા જ દિલમાં,
શોધી છે છતાંય એવી જાળ નથી મળતી મને.
 
બેસી શકું ચેનથી તારી યાદોને લઈને,
ક્યાંય એવી કોઈ પાળ નથી મળતી મને.

હરાવી દીધો હોય  યાદોની હરીફાઈમાં ' સુફી 'ને,
યાદોની ડાયરીઓમાં એવી વાત નથી મળતી મને.

- અબુસુફિયાન હાંસ




Sunday, 11 April 2021

સાથે તું ફકત...

સાથે તું  મારી ફકત  મજલમાં નથી,
લાગણી તારાથી ફકત ગઝલમાં નથી.

ઈચ્છાઓ પૂરી થતા એ કહેવા લાગ્યા,
મજા હવે તમારી સાથે રહેવામાં નથી.

જીવી લે બસ  સાથે છું ત્યાં સુધી,
કમાન જિંદગીની મારા હાથમાં નથી.

વિશ્વાસ બધા પર આમતેમ ન કર,
વફાદારીનો  આ ગુણ બધામાં નથી.

આજે મિત્રો એના કહી રહ્યા હતા,
ચાહે છે જેને તું એ તારા કહ્યામાં નથી.

ઈશ્કની વાત કરવાનુ છોડી દે ' સૂફી '
ઈશ્ક કરવું તારી ઓકાતમાં નથી.

Sunday, 4 April 2021

હોય છે

મુખથી કરેલા ઘા ધારદાર હોય છે,
                   શબ્દો  એના આરપાર હોય છે.

મળવાનું  હોય  જ્યારે   એને,
                 ખુશી એ દિવસની અપાર હોય છે.

ખૂલે આંખો જ્યારે સવારમાં,
                  સામે એનો ચિતાર હોય છે,

રહ્યા કર તું કાયમ ખુશખુશાલ,
                  તારી ખુશી પર જ મારો આધાર હોય છે,

વિતાવી લે સમય એની સાથે ' સૂફી '
                   સંગાથ એ ક્યાં વારંવાર  હોય છે.

   -  અબુસુફિયાન હાંસ


ખોવાઈ જઈશ

મોતના આ દોરામાં પરોવાઈ જઈશ, એક દિવસ હું પણ ખોવાઈ જઈશ. ઘમંડ છે તને કે રોજ યાદ કરું છું, એક દિવસ તું પણ વિસરાઈ જઈશ. આમ વારંવાર આટલું બધુ રડાવે...